લંડનઃ ભક્તિવેદાંત મેનોર દ્વારા રવિવાર, 6 એપ્રિલના રોજ ભવ્ય રામનવમી ઉત્સવ ઉજવાયો હતો જેમાં અંદાજે 12,000 ભક્તોએ હાજરી આપી હતી. સુંદર હવામાનમાં સુંદર સરોવર પર અભિષેક, દર્શન અને નાટ્યપ્રસ્તુતિ સહિતના કાર્યક્રમો અને વિધિઓ યોજાઈ હતી. માનનીય આમંત્રિત મહેમાનોમાં સાંસદ સર ઓલિવર ડાઉડેન, લોર્ડ ક્રિશ રાવલ, સ્થાનિક મેયરો, કાઉન્સિલરો તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલનો સમાવેશ થયો હતો.