લંડનઃ ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ દ્વારા લાઇવ ફ્રી ઓનલાઇન ઇસ્ટર રીટ્રીટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરેક જગ્યાએ કોરોના, લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના શબ્દો જ સાંભળવા મળે છે ત્યારે ઘરે રહીને પરમાત્માની ભક્તિ માટે આ આયોજન કરાયું છે. જેમાં તા.૧૦ એપ્રિલ શુક્રવારથી લઇને તા.૧૩ એપ્રિલ સોમવાર સુધી ભક્તો ઓનલાઇન આધ્યાત્મિક સરવાણીનો લાભ લઇ શકે તેવું આયોજન કરાયું છે.
જેમાં ઓનલાઇન સત્સંગની સાથે કિર્તનસભા અને મૂંઝવતા પ્રશ્નો અંગે સંતો તરફથી માર્ગદર્શનનું આયોજન પણ કરાયું છે. જે માટે ભક્તો સંસ્થાની વેબસાઇટ પરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.