લંડનઃ ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ ખાતેના તમામ કાર્યક્રમ ગત સપ્તાહે કોરોના વાયરસને પગલે રદ કરાયા હતા. હવે જોકે બુધવારથી મંદિર રાબેતા મુજબ ખુલ્લું મુકાઈને દર્શન શરૂ કરવાની જાણકારી અપાઈ હતી.
અગાઉ સંસ્થાના એક કર્મચારીને કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સેવક હાલ મંદિરમાં નથી પરંતુ મંદિરે આવતા ભક્તો અને મુલાકાતીઓના આરોગ્યની સલામતી-તકેદારીરૂપે મંદિર અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિર ખાતે પૂર્વ આયોજીત કાર્યક્રમો મોકૂફ રખાયા હતા. સમગ્ર મંદિરની પૂર્ણ સફાઈ થયા પછી ભક્તો માટે ફરી ખુલશે તેમ સંસ્થા દ્વારા જણાવાયું છે.