ભક્તિવેદાંત મેનોરનો શ્રી કૃષ્ણ હવેલી પ્રોજેકટ પૂર્ણ થયો છે. ઘણાં પડકારોના સામના પછી આ પ્રોજેક્ટ સ્વપ્નથી વાસ્તવિકતામાં પરિણમ્યો છે. સંજોગોની અનુકુળતાએ આ હવેલીનું વિધિસર ઓપનીંગ થશે. હાલ કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સના પાલન સાથે બિલ્ડીંગનો વપરાશ પણ થઈ રહ્યો છે. હવેલી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ £૯.૬ મિલિયન રખાયો હતો. જોકે, ડિઝાઈનમાં ફેરફાર અને ભાવવધારા તથા સુધારાને લીધે તેની પાછળ કુલ £૧૦.૬૫ મિલિયન ખર્ચ થયો છે. £૨.૯ મિલિયનના ખર્ચે તેને સંલગ્ન અન્ય કામો પૂર્ણ કરાયા હતા. અત્યાર સુધીમાં ભક્તિવેદાંત મેનોરને લગભગ £૭.૯ મિલિયનનું ડોનેશન મળ્યું છે. અન્ય £૪.૬ મિલિયનના પ્લેજીસ બાકી છે. બાકી રહેલા £૧.૧ મિલિયન ફંડરેઝિંગ દ્વારા એકત્ર કરવામાં આવશે.