ભગવાન બાહુબલીનો મહામસ્તકાભિષેક

Saturday 02nd March 2024 05:37 EST
 
 

કર્ણાટકના વેનુર ખાતે નવ દિવસીય મહામસ્તકાભિષેક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જૈન સમુદાયમાં મહામસ્તકાભિષેક એક જાણીતો ધર્મોત્સવ છે. આ ઉત્સવ દર 12 વર્ષે એક વાર યોજવામાં આવે છે. આ પ્રસંગે ભગવાન ગોમતેશ્વર બાહુબલીની 57 ફૂટ ઊંચી એકવિધ મૂર્તિ પર મંત્રોચ્ચાર સાથે પૂજાઅર્ચના થાય છે. બાદમાં ભક્તો દ્વારા ભગવાન બાહુબલીની વિરાટ પ્રતિમાની દુધ -  ચંદન - કેસર સહિતના પવિત્ર દ્રવ્યો વડે અભિષેક કરવામાં આવે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter