ભવનના વાઈસ ચેરમેન ડો. જહોન મારના પત્ની વેન્ડી મારનું ૭ જૂનને સોમવારે નિધન થયું હતું. તેઓ ૧૯૭૩માં ભવનની શરૂઆત થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા હતા. તેઓ ભવનની એજ્યુકેશન કમિટી તેમજ વિઝયુઅલ આર્ટ્સ કમિટીના સભ્ય હતા. જહોન માર સથે મળીને વેન્ડીએ ઘણાં વર્ષો સુધી ભવન ખાતે આર્ટ એન્ડ આર્કિયોલોજી કોર્સનું સંચાલન કર્યું હતું.
નમ્ર અને મૃદુભાષી વેન્ડી ભવનના વિદ્યાર્થીઓ. ટીચરો અને સ્ટાફમાં પ્રિય હતા. વેન્ડી ખૂબ ભણેલા અને બુદ્ધિશાળી હતા અને સાથે જ માયાળુ અને ઉદાર હતા. તેઓ આપણા સમારંભોમાં પણ ભાગ લેતા અને તેઓ સરળતાપૂર્વક સાડી પહેરી શકતા હતા. તેઓ હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે અને તેમની ખોટ રહેશે.
ભવન પરિવાર ડો. માર અને તેમના સમગ્ર પરિવારને સાંત્વના પાઠવે છે.