લંડનઃ ભવન યુકે દ્વારા તેમના કલાકાર પરિવારમાં નવા સિતારગુરુ મહેબૂબ નદીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેબૂબ નદીમ આગ્રા ઘરાનાના ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન (પ્રાણપિયા) અને ગાયનસમ્રાટ ઉસ્તાદ અઝમત હુસૈન ખાન (દિલરંગ)ના પૌત્ર છે. મહેબૂબે પિતા ઉસ્તાદ યાકુબ હૂસૈન પાસે સંગીતની દીક્ષા લીધી હતી અને કાકા શ્રી રાફત ખાનના માર્ગદર્શન હેઠળ સિતારવાદનની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમને હાલ વિશ્વપ્રસિદ્ધ સિતારવાદક પંડિત અરવિંદ પરીખનું માર્દગર્શન પ્રાપ્ત થયું છે.
સિતારગુરુ મહેબૂબ નદીમ વિલાયતખાની ઘરાનાના વર્તમાન પેઢીના સૌથી સન્માનીય સિતારવાદક તરીકે નામના ધરાવે છે. તેમણે ભારત, આફ્રિકા, યુરોપ અને યુકેમાં સિતારવાદનના પરફોર્મન્સીસ આપ્યા છે.