લંડનઃ ધ ભારતીય વિદ્યાભવન, લંડન દ્વારા 27 અને 28 જાન્યુઆરી, 2024ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણીઓ કરવામાં આવી હતી. ભવન્સ ખાતે ફાઉન્ડર્સ ડેની ઉજવણી પરફોર્મર્સ અને ઓડિયન્સ માટે વિશિષ્ટ અનુભવ બની રહે છે. બંગાળી મ્યુઝિક, સિતાર અને તબલા ટેબ્લો, વાંસળીના સૂર, મૃદંગમ, વાયોલીનની મધુરતા, ઓડિસ્સી, કથક, કુચિપુડી અને ભરતનાટ્યમના તાલ સહિત વિવિધ કળા સ્વરૂપને ઓડિયન્સ સમક્ષ રજૂ કરતા વિદ્યાર્થીઓની ગુણવત્તા અને આત્મવિશ્વાસ તેમજ સંસ્કૃત, હિન્દી અને બંગાળી ભાષા અને કવિતાની સુંદરતા દર્શનીય બની રહ્યા હતા.
આ ઈવેન્ટમાં 68 વિદ્યાર્થીઓએ તેમના ડિપ્લોમા ( ગ્રેડ 5) અને પોસ્ટ ડિપ્લોમા ( ગ્રેડ 6) પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા હતા જેમાં ભવન્સના પ્રતિબદ્ધ અને દીર્ઘકાલીન ગુરુઓ દ્વારા વિદ્યાર્થીઓના આરંભકાળથી તેમના વર્તમાન સ્તર સુધીની પ્રગતિ પ્રદર્શિત કરવામાં આવે છે. ગત 50 વર્ષથી નોંધપાત્ર સિદ્ધિ એ રહી છે કે દર વર્ષે નવશિક્ષિત બ્રિટિશ યુવાનોની સંખ્યા વધી રહી છે. તેમણે 1880ના દાયકાના ઉત્તરાર્ધમાં ગાંધીજીએ લંડનમાં તેમના વકીલાતના અભ્યાસકાળમાં મુલાકાત લીધી હતી તે પુરાણા ચર્ચ બિલ્ડિંગમાં પ્રાચીન ભારતની સંસ્કૃતિને જીવંત બનાવી હતી. આ વિદ્યાર્થીઓ આગામી પેઢી માટે યુકે અને ભારત વચ્ચે સેતુરૂપ બને છે. તેઓ વાર્તાકથનની સુંદરતા અને આદર અને શિક્ષણના મૂલ્યો થકી ભારતીય પરફોર્મિંગ આર્ટ્સની ઊંડાઈની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગૌરવ અને દૃઢતા સાથે તેમના વિશ્વાસ અને કૌશલ્યને યુકે લાવે છે.
ઉજવણીના પ્રથમ દિવસે ચીફ ગેસ્ટ તરીકે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર (કોઓર્ડિનેશન) શ્રી દીપક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે બેરિસ્ટર અને સીનિયર ટેક્સ લોયર અને ભવનની એજ્યુકેશન કમિટીના સભ્ય મિસ અપર્ણા નાથન કેસી ચીફ ગેસ્ટ રહ્યાં હતાં.
આ વર્ષના શુભારંભ તરીકે આ ઈવેન્ટ થકી હવે ભવિષ્યમાં શું આવશે તેની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. ઉજવણી દરમિયાન, હંમેશની માફક સપોર્ટ આપવા બદલ વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને ઓડિયન્સ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.