જૈન નેટવર્ક, કોલીન્ડલના નેજા હેઠળ શનિવાર તા. ૨૦ જુન ૨૦૨૦ના રોજ વેબીનાર અને યુ-ટયુબના માધ્યમથી ઇન્ટરનેશનલ યોગા-ડેની ઉજવણી થઇ હતી. યોગ શિક્ષિકા કલ્પનાબેન પટેલે યોગાનું સંચાલન કર્યું હતું. જેમાં સમાજના અનેક અગ્રણીઓ અને યોગ સાધકોએ ભાગ લીધો હતો.
ઇન્ટરનેશનલ યોગા-ડે ઉજવવણીમાં જૈન નેટવર્કના ચેર ડો.નટુભાઇ શાહે સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે, ૨૦૧૫થી યોગા-ડેની ઝૂંબેશ શરૂ થઇ જેના કારણે વિશ્વભરની માનવજાતિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનમાં સુધારો આવી રહ્યો છે. એનો યશ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે.
કાર્યકારી ભારતીય હાઇકમિશ્નર શ્રી ચરણજીત સિંઘે આ પ્રસંગે યોગાનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, ભારતીય સંસ્કારના મૂળમાં યોગ છે જે માનવજીવનનું ઉપયોગી અંગ છે.
GLAના ચેરમેન શ્રી નવિનભાઇ શાહે આ પ્રસંગે જૈન સેન્ટરનું કામ વહેલી તકે પૂર્ણ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.
લંડન બરો ઓફ બારનેટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર લચ્છુઆ ગુરૂંગે ભારતીય સંસ્કૃતિને બિરદાવતા જણાવ્યું કે, આપણા રોજબરોજના જીવનમાં યોગાનું યોગદાન
અનન્ય છે.
ભારતીય હાઇ કમિશનના સેક્રેટરી ઓફ ટ્રડ શ્રી રાહુલ નાગ્રેએ નવા બંધાઇ રહેલ જૈન સેન્ટરના હેતુઓ અને પ્રવૃત્તિ પ્રશંસનીય છે એમ જણાવ્યું.
હેન્ડન, લંડનના સ્થાનિક સાંસદ શ્રી મેથ્યુ ઓફર્ડે યોગા અને મેડીટેશનનું દૈનિક જીવનમાં ઉપયોગીતા અને પોતાનો વર્ષોનો સ્વાનુભવ વર્ણવ્યો.
હાલ જૈન સેન્ટર, લંડનના બાંધકામનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટને ઉપસ્થિત સૌ મહેમાનોએ બિરદાવતા એને યુનીક પ્રોજેક્ટ ગણાવ્યો.
વધુ વિગત માટે જુઓ વેબસાઇટ : www.jainnetwork.com