અમદાવાદ: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વરૂથિની અગિયારસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અને સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી સ્વામીબાપાને 151 કિલો કેરીનો મનોરથ ધરાવાયો હતો. આમ્રોત્સવ પ્રસંગે તમામ કેરીનો કલાત્મક મનોરમ્ય શણગાર મંદિરના 25થી વધુ સંતો દ્વારા કરાયો હતો. સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજ આદિ મૂર્તિઓની ચારેબાજુ લટકતી કેરીનો અનોખો શણગાર કરાયો હતો. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીએ ઘનશ્યામ મહાપ્રભુની આરતી ઉતારી હતી, તથા સ્વામીબાપાની મહાપૂજા પણ કરી હતી.