શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૧ એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. ત્યાં દરરોજ ૭૦૦થી વધારે લોકો વેક્સિન મેળવે છે. દેશમાં મંગળવાર સવાર સુધી કોવિડ - ૧૯ રસીના કુલ ૧૫.૮૯ કરોડ ડોઝ અપાયા હતા. ત્રીજા તબક્કામાં ૧ મેથી અત્યાર સુધીમાં આ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના ૪૦૬,૩૩૯ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને દિન પ્રતિદિન ઉત્સાહભેર વેક્સિન લેવા માટે આ વયજૂથના લોકોનો ભાર ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજનમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અવિરત વહેતી સેવાકીય પ્રવૃત્તિ ' માનવ સેવા એ જ પ્રભુ સેવા' ઉક્તિને ચરિતાર્થ કરવા સ્તુત્ય પ્રયાસ કરી રહી છે. આ કાર્યને સફળ બનાવવા માટે પૂજનીય સંતો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હંમેશા હાજર રહી સેવા આપી રહ્યા છે