મહા શિવરાત્રીના કાર્યક્રમો

Tuesday 10th February 2015 11:51 EST
 

મહા શિવરાત્રીના કાર્યક્રમો

* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૧૭-૨-૧૫ મંગળવારના રોજ સવારના ૯થી રાત્રિના ૮ દરમિયાન મહા શિવરાત્રિ પર્વનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સવારના ૯થી રાત્રિના ૮ મહા રુદ્રાભિષેક તેમજ અન્નકૂટ દર્શન, બપોરે ૧૧-૪૫ કલાકે અન્નકૂટ આરતી તેમજ સાંજે ૭ કલાકે સંધ્યા આરતીનો લાભ મળશે. ભક્તોને બિલ્વ પત્ર અને દુધના વૈદિક મહારુદ્ર અભિષેક કરવાનો તેમજ હવેલીમાં ભગવાન અમરનાથના પ્રતિક સ્વરૂપે બરફના શિવલીંગના દર્શનનો લાભ મળશે. સંપર્ક: londonmandir.baps.org

* શ્રી ભુવનેશ્વરી પીઠ, ૨ મહાદેવ વાડી, ગોંડલ ખાતે મહા શિવરાત્રિ ઉત્સવ પ્રસંગે તા. ૧૭-૨-૧૫ના રોજ શ્રી ભુવનેશ્વર મહાદેવનો ૨૯મો પાટોત્સવ યોજવામાં આવ્યો છે. સંપર્ક: 0091-2825-222445.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે મહા શિવરાત્રિ ઉત્સવનું આયોજન મંગળવાર, તા. ૧૭-૨-૧૫ના રોજ કરવામાં આવ્યું છે. શિવલિંગ પૂજા સવારના ૮થી રાતના ૯ સુધી, રુદ્રાક્ષ પૂજા સવારના ૧૦થી (દર બે કલાકે), મહા શિવ હવન સાંજના ૭થી રાતના ૯.૩૦ સુધી અને શિવ આરતી સવારના ૭, બપોરના ૧, સાંજના ૬.૩૦ અને રાતના ૯.૩૦ કલાકે થશે. સંપર્ક: 020 8902 8885.

* બ્રહ્માકુમારીઝ, હાર્મની હાઉસ, ૧૨૨ રોઝ વોક, લેસ્ટર, LE4 5HH ખાતે તા. ૧૫-૨-૧૪ના રોજ સાંજે ૫થી ૭ દરમિયાન મહાશિવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિટેશન, ગીત સંગીતનો લાભ મળશે. સંપર્ક: 0116 216 8430.

* સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૧૭-૨-૧૫ના રોજ સવારના ૧૧-૩૦થી સાંજના ૮-૩૦ દરમિયાન મહા શિવરાત્રિ ઉત્સવની શાનદાર ઉજવણી થશે. આ પ્રસંગે દૈનિક આરતી, સ્થાપન, ધૂન, ઘીના કમળની પૂજા, મહાપ્રસાદ અને અભિષેકનો લાભ મળશે. સંપર્ક: ચંદુભાઇ 01293 519 130.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે તા. ૧૭-૨-૧૫ના રોજ સવારના ૧૦થી રાત્રિના ૮ દરમિયાન મહા શિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રાભિષેક, રાજભોગ આરતી, ફળાહાર, શિવ ધૂન, કમળ પૂજા, ધજા રોપણ દર્શન અને ફળાહારનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.

* લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન, પી. વી. રાયચુરા સેન્ટર, ચર્ચ રોડ, ક્રોયડન CR0 1SH ખાતે સંસ્થાની બહેનો દ્વારા તા. ૧૭-૨-૧૫ના રોજ સવારના ૧૧થી ૧.૩૦ દરમિયાન મહા શિવરાત્રિ પર્વ પ્રસંગે શિવસહસ્ત્રની પૂજા અને તે પછી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. સંપર્ક: દિનાબેન ગણાત્રા 020 8289 6509.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો વિલ્ડ દ્વારા તા. ૧૬-૨-૧૫ સોમવારના રોજ સાંજે ૮થી ૧૦ દરમિયાન ભજન સંધ્યા, તા. ૧૭-૨-૧૫ના રોજ મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે સાંજે ૮થી શિવ ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0078.

* શ્રી હિન્દુ મંદિર, કોમ્યુનિટી સેન્ટર, હીયરફર્ડ રોડ, લ્યુસી ફાર્મ, લુટન LU4 0PS ખાતે મહા શિવરાત્રિ ઉત્સવનું આયોજન તા. ૧૭-૨-૧૫ મંગળવારના રોજ સાંજે ૭થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રૂદ્રાભિષેક, દુધ તેમજ બિલ્વ પત્રના અભિષેક તેમજ આરતીનો લાભ મળશે. સંપર્ક: 01582 663 414.

* શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ૨૨-૨૪ શાફ્ટ્સબરી રોડ, ફોરેસ્ટ ગેટ, લંડનE7 8PD ખાતે મહા શિવરાત્રિ પર્વ પ્રસંગે સવારે ૭-૩૦થી ૧૧ અને બપોરે ૪થી સાંજના ૭ દરમિયાન શિવપુજન અને તે પછી શ્રી રૂદ્રાભિષેકનો લાભ મળશે. સંપર્ક: 020 8470 9375.

* સ્કાયલિંક ટૂર્સ એન્ડ ટ્રાવેલ દ્વારા તા. ૧૭-૨-૧૫ના રોજ સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર ખાતે મહા શિવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8902 3007

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે મહા શિવરાત્રિ પર્વનું આયોજન તા. ૧૭-૨-૧૫ના રોજ કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8861 1207.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ – યુકે દ્વારા શ્રી શિવમહાપુરાણ અને શિવ પૂજનનું આયોજન સ્તંભેશ્વર મહાદેવ, કાવિ-કંબોઇ, ગુજરાત ખાતે તા. ૧૫-૨-૧૫થી તા. ૨૧-૨-૧૫ રોજ બપરે ૧થી ૫ દમરિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 216 1684.

* શ્રી સનાતન મંદિર, ૮૪ વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે મંગળવાર તા. ૧૭-૨-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી ૭-૩૦ દરમિયામન મહા શિવરાત્રિ પ્રસંગે સમૂહ શિવ રૂદ્રાભિષેક કરાશે. સંપર્ક: 0116 266 402.

* ભારતીય વિદ્યાભવન, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે શિવરાત્રી પૂજાનું આયોજન તા. ૧૭-૨-૧૫ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે. ગીત, સંગીત, પ્રસાદ, નૃત્ય અને પૂજાનો લાભ મળશે. સંપર્ક: 020 7381 8086.

* વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે તા. ૧૭-૨-૧૫ મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન શિવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter