ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇ કમિશન દ્વારા આગામી તા. ૨ અોક્ટોબર ૨૦૧૫ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LD ખાતે કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સૌ ભારતવાસીઅોને તેમના મિત્ર મંડળ સહિત સપિરવાર ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. આ પ્રસંગે ભારતના હાઇ કમિશ્નર શ્રી રંજન મથાઇ, સ્થાનિક અધિકારીઅો ઉપરાંત ભારતીય મૂળના અગ્રણીઅો ઉપસ્થિત રહેશે અને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજીના જન્મ દિનને આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.