મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા તા. ૬ના રોજ ગાંધી જયંતિની ઉજવણી થશે

Tuesday 22nd September 2015 11:46 EDT
 
 

ધ મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા મંગળવાર તા. ૬ના રોજ સાંજે ૬ કલાકે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, કેન્ટન હેરો HA3 8LU ખાતે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતના હાઇ કમિશ્નર શ્રી રંજન મથાઇ ઉપસ્થિત રહી મુખ્ય વક્તવ્ય આપશે.

તે ઉપરાંત સ્થાનિક કાઉન્સિલના બે મેયર, મિનિસ્ટર, એમપી, સ્થાનિક કાઉન્સિલર્સ અને વિવિધ સામાજીક સંસ્થાઅોના અગ્રણીઅો ઉપસ્થિત રહેશે અને પૂ. બાપુના સિધ્ધાંતો પર પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કાર્યક્રમના પ્રારંભે શાકાહારી ભોજનનો લાભ મળશે. સંપર્ક: નીતિબેન ઘીવાલા 020 8429 1608.

* ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇ કમિશન દ્વારા શુક્રવાર તા. ૨-૧૦-૧૫ના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધી જયંતિ (આંતરરાષ્ટ્રિય અહિંસા દિવસ)ની ઉજવણી ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LD ખાતે કરવામાં આવશે. સંપર્ક: 020 7632 3007.

* ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ (NAPS) દ્વારા શુક્રવાર તા. ૨-૧૦-૧૫ના રોજ સવારે ૧૧-૩૦થી મહાત્મા ગાંધીજીની પ્રતિમા, ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LDથી પાર્લામેન્ટ સ્કવેર, વેસ્ટમિન્સ્ટર સુધીની શાંતિ પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: પ્રવીણભાઇ અમીન 07967 013 871.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આદિવાસી બાળાઅો માટે કાર્ય કરતી સંસ્થા જાનકી આશ્રમના લાભાર્થે ૧૪૬મા ગાંધી જયંતિ મહોત્સવ અને મેગા મ્યુઝિકલ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨-૧૦-૧૫ શુક્રવારના રોજ સાંજે ૬-૩૦થી શ્રી પ્રજાપતિ કોમ્યુનિટી સેન્ટર, અલ્વર્સક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 216 1684.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter