મહેમદાવાદમાં સિદ્ધિ વિનાયકને 31 ફૂટની રાખડી અર્પણ

Friday 01st September 2023 03:46 EDT
 
 

મહેમદાવાદ ખાતેના જાણીતા સિદ્વિ વિનાયક મંદિરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ હતી. આ પર્વે મંદિર દ્વારા ગણેશજીને 31 ફૂટની વિશાળ રાખડી ગણેશજીને અર્પણ કરાઇ હતી. રક્ષાબંધન પર્વે મંદિર સવારે 6થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter