મિડલેન્ડ્સની જસ્ટ નાચ સ્પર્ધાનું પુનરાગમન

ધીરેન કાટ્વા Tuesday 27th August 2024 11:38 EDT
 
 

લંડનઃ વોલ્વરહેમ્પ્ટન ગ્રાન્ડ થીએટરની સાઉથ એશિયન ડાન્સ સ્પર્ધા ‘જસ્ટ નાચ’ના પુનરાગમન માટે ફાઈનાલિસ્ટ્સની જાહેરાત કરી દેવાઈ છે. 15 સપ્ટેમ્બરે યોજાનારી સ્પર્ધાના ફાઈનાલિસ્ટ્સમાં હોલીહેડ દી શાન, નાટ્યાલય ડાન્સ કંપની, રિયા એન્ડ દિયા, રોશિની પિન્ક, ધ વોલ્ટ સ્ટુડિયોઝ, અલ્ટિમેટ ભાંગરા અને નિલાક્ષીની બેલ્સ એન્ડ સીટ્સનો સમાવેશ થાય છે. વોલ્વરહેમ્પ્ટન્સ સાઉથ એશિયન ડાન્સ ચેમ્પિયન 2024નો તાજ હાંસલ કરવા તેઓ ગ્રાન્ડ થીએટરના સ્ટેજ પર સ્પર્ધા કરશે.

ઓડિયન્સને સ્પર્ધાની સાંજે જેકે, દીશ સાન્ધુ અને ઢોલ ફ્રીકવન્સીના રોમાંચક પ્રોફેશનલ એક્ટ્સની મઝા પણ માણવા મળશે. જેકે મિડલેન્ડ્સનો ગાયક અને ટુર– ડી- ફોર્સ વોકલિસ્ટ છે જે યુકે મેળા અને પરફોર્મન્સ સર્કિટમાં નિયમિત જોવા મળે છે.

વેસ્ટ મિડલેન્ડ્સમાં સાઉથ એશિયન ડાન્સની ઊજવણીમાં Radio XL પ્રેઝન્ટર મનપ્રીત દારોચની યજમાની સાથે કાર્યક્રમના જજીસમાં અંબર સાન્ધુ, જયવંત પટેલ, પ્રિયાશાકુમારી અને વિર્દી માઝારીઆનો સમાવેશ થયો છે. જજ અંબર સાન્ધુ વોલ્વરહેમ્પ્ટનની રેડિયો, ટીવી અને સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર છે. તેઓ દર શનિવાર બપોર પછી બીબીસી એશિયન નેટવર્કની પ્રસ્તુતિ કરે છે તેમજ સ્કાય સ્પોર્ટ્સ ન્યૂઝ માટે તેમના પ્રીમિયર કવરેજના રિપોર્ટ્સ રજૂ કરે છે.

જયવંત પટેલ સમલિંગી ગુજરાતી ડાન્સમેકર છે તથા યુકે અને આંતરરાષ્ટ્રીય કળા/ સાંસ્કૃતિક ફલક પર LGBTQIA+ સાઉથ એશિયન નેરેટિવ્ઝની રજૂઆત કરવામાં અગ્રેસર છે. જયવંતની કળાયાત્રા તેની પ્રવર્તકાલીન ડાન્સ પશ્ચાદભૂ સાથે કથકને સર્જનાત્મક પ્રેક્ટિસને જીવનમાં આત્મસાત કરવા સજ્જ રહે છે.

વિજેતા પરફોર્મર અથવા ગ્રૂપને જાન્યુઆરી 2025માં વોલ્વરહેમ્પ્ટન ગ્રાન્ડ થીએટર ખાતે યોજાનારા મૂકનાટક બ્યૂટી એન્ડ બીસ્ટની 50 ટિકિટની સાથોસાથ વિજેતા ટ્રોફી પણ મળશે. લાઈવ ઓડિયન્સમાં બેસવાની ટિકિટનું વેચાણ grandtheatre.co.ukપર થઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter