એપ્રિલથી મિલાપની ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’ કોન્સર્ટ સિરીઝનો પ્રેક્ષકો આનંદ માણી શકશે. આ અદભૂત કોન્સર્ટ મિલાપનો મહત્ત્વનો કાર્યક્રમ છે. તે નિહાળીને પ્રેક્ષકો ભારતીય કલા અને સંસ્કૃતિથી પરિચિત થશે. તેમાં ભારતીય ડાયસ્પોરાના જાણીતા તેમજ ઉભરતા સંગીતકારો તેમજ બ્રિટિશ પ્રતિભાની નવી પેઢી તેમના સંગીતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રથમ કોન્સર્ટ તા. 28.4.2022ના રોજ યોજાશે. તેમાં કવિરાજ સિંઘ, કિરપાલ પાનેસર અને મિલાપના કૌશિક સેન ભાગ લેશે.
સિરીઝ વિશેની સંપૂર્ણ માહિતી https://mailchi.mp/29a8bd3c9092/mfmsreturnsapril લીંક પર મળશે.