મુંબઇઃ પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે. પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓમાંથી 20 કરોડ રૂપિયાની આવક થઈ હતી. મંદિરને દાન પેટીઓ, ઓનલાઈન ચુકવણી, ધાર્મિક વિધિઓ. પ્રસાદના વેચાણ અને સોના-ચાંદીની હરાજીમાંથી પણ આવક થઈ હતી. મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં લાડુ અને નારિયેળના વેચાણમાં 32 ટકાનો વધારો થયો છે. મંદિર ટ્રસ્ટ દરરોજ ભક્તોને લગભગ 10,000 લાડુનું વિતરણ કરે છે. ટ્રસ્ટને થતી આવકમાંથી રાહતદરે હોસ્પિટલ સહિતના વિવિધ સેવાકાર્યો હાથ ધરાય છે.