અમદાવાદઃ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે મુક્તજીવન સ્વામીબાપાના 45મા અંતર્ધ્યાન દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંત્રના નાદ સાથે પ્રભાતફેરી યોજાઇ હતી ત્યારબાદ શ્રી અબજીબાપાશ્રી ની વાતોની પારાયણ, કિર્તનભક્તિ - સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌથી પહેલા શ્રી મુક્તજીવન સ્વામીબાપા 1970માં લંડનના ટ્રફાલ્ગર સ્કવેર ખાતે પધાર્યા હતા. સ્વામીજીએ અંગ્રેજી ભાષામાં પ્રવચન આપીને ત્યાંની પ્રજામાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન 128 સંતો બનાવ્યા હતા. જેમાં સૌ પ્રથમ દીક્ષા આનંદપ્રિયદાસજી સ્વામીને આપી હતી.. જેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ સ્વામી બાપાનો સિદ્ધાંતોનો દેશ અને વિદેશમાં પ્રચાર કર્યો છે અને કુમકુમ મંદિરની સ્થાપના કરી છે.