સવાનાઃ અમેરિકાના સવાના શહેરમાં આવેલા એસજીવીપી સ્વામિનારાયણ સનાતન મંદિર ચતુર્થ પાટોત્સવ ભારે ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.
હનુમાન જન્મોત્સવ પ્રસંગે થયેલી આ ઉજવણી વેળા વૈદિક મંત્રોના દિવ્ય ઘોષ સાથે ભગવાનના દિવ્યસ્વરૂપનો મહાભિષેક કરાયો હતો. આ પ્રસંગે સ્થાનિક હરિભક્તોએ તૈયાર કરેલી 1008 વાનગીઓનો અન્નફૂટ એસજીવીપી મંદિરમાં ધરાવાયો હતો. પાટોત્સવના મંગલ પ્રસંગે સવાનામાં રહેતા હરિભક્તો પોતાના ઘરેથી વાનગીઓ બનાવીને લાવ્યા હતા અને મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને અર્પણ કરી હતી. આ પ્રસંગે સવાના શહેરના મેયર વેન આર. જ્હોન્સન પણ ઉપસ્થિત રહ્યા હતા.