અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સવાના સ્થિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે 5થી 9 એપ્રિલ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે હાજરી આપવા સંસ્થાના અધ્યક્ષ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ સવાનાહ પહોંચ્યા છે.
સનાતન મંદિર ખાતે આવેલા વિશાળ સરોવર આવેલ છે, જેની મધ્યમાં ટાપુ ઉપર ભગવાન ભોળાનાથના બાર સ્વરૂપો દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજશે. તેની સાથે જ રમણીય અને કુદરતી વાતાવરણમાં તૈયાર થયેલા આ ટાપુ ઉપર એક જ જગ્યાએ દ્વાદશ જ્યોતિર્લીંગના દર્શન થશે.