Tate મોડર્ન, Tate બ્રિટન, Tate લીવરપુલ અને Tate સેન્ટલાઈવ્સ ગેલેરી ૨૭ જુલાઈને સોમવારથી મુલાકાતીઓ માટે ફરી ખૂલ્લી મૂકાઈ હતી. કલારસિકો ફરીથી તેમના પસંદગીના વિશ્વભરના કલાકારોની કૃતિઓ નિહાળી રહ્યા છે.
ગેલેરીમાં દુનિયાની સદીઓ જૂની કૃતિઓનો સમાવેશ થાય છે. કારાવોકર્સની ફોન્સ અમેરિકન્સ, સ્ટીવ મેકક્વીનના Year 3 સહિત સંખ્યાબંધ કલાકારોના સેંકડો આર્ટ વર્ક્સ અને એન્ડી વારહોલ, ઔબ્રી બર્ડ્સલી અને નૌમ ગાબો સહિતના કલાકારોના એક્ઝિબિશનનો કલારસિકો લાભ લઈ રહ્યા છે.
Tateના ડાયરેક્ટર મારિયા બાલશોએ જણાવ્યું હતું કે અમારી ગેલેરીઝ ફરી શરુ કરતા અને મુલાકાતીઓને ફરી આવકારતા મને ખૂબ આનંદ થાય છે. જ્યારે ગેલેરીઝ બંધ હતી ત્યારે અમે અમારી કૃતિઓ સલામત રહે અને સૌ કોઈ તેનો લાભ લઈ શકે તે માટે સખત પરિશ્રમ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ગેલેરીઓ ફરી ખુલતાં મુલાકાતીઓનો અનુભવ સલામત અને આનંદદાયક રહે તે માટે તમામ તકેદારી લેવામાં આવી છે.
મુખ્ય સ્થળો પર હેન્ડ સેનિટાઈઝર્સ મૂકાયા છે. મુલાકાતીઓને ફેસ કવરિંગ્સ પહેરવા ભલામણ છે. ડેસ્ક પર પ્રોટેક્ટિવ સ્ક્રીન્સ ઉપલબ્ધ છે. ક્લોક રૂમ હંગામી ધોરણે બંધ રખાયા છે. માત્ર કાર્ડ અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ગેલેરીના સ્ટાફ સહિત તમામ
મુલાકાતીઓ એકબીજાથી સુરક્ષિત અંતરે રહી શકે તે માટે કલેક્શન ડિસપ્લે અથવા એક્ઝિબિશન્સની મુલાકાતે આવતા પહેલા મુલાકાતીઓએ અગાઉથી ટિકિટ બુક કરાવવાની જરૂર છે. મુલાકાત માટે tate.org.uk/visit પર સરળતાપૂર્વક અને ઝડપી બુકિંગ કરાવી શકાશે.