લંડનઃ પ્રતિષ્ઠિત E2E 100 Tracksના ભાગરૂપે યુકેમાં ઝડપથી વિકસી રહેલી 600 કંપનીઓને સન્માનવા E2E દ્વારા લંડનમાં અભૂતપૂર્વ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ, કલ્પનાશીલ એન્ટ્રેપ્રીન્યોર્સ, અને વિશિષ્ટ મહાનુભાવો ઈનોવેશન, સ્થિતિસ્થાપકતા અને ઉદ્યોગસાહસિકતાની પરિવર્તનકારી શક્તિને ઉજવવા એકત્ર થયા હતા. આ ઈવેન્ટ યુકેની ઉદ્યોગસાહસિક કોમ્યુનિટીની તાકાતનો પુરાવો બની રહ્યો હતો.
6 કેટેગરીમાં શ્રેષ્ઠતાની કદર
એક્સિપિરીઅન ગો લાઈવ ડેટાના સહકારમાં કાર્યરત E2E 100 Tracks ખાનગી માલિકીની અદ્ભૂત ક્ષમતાદર્શક યુકે બિઝનેસીસને છ કેટેગરીઝમાં વર્ગીકૃત કરે છેઃ
• E2E ફીમેલ 100 • E2E ઈન્ટરનેશનલ 100 •E2E ટેક 100 • E2E જોબ ક્રીએશન 100 • E2E ડાયનેમિક 100 અને • E2Eપ્રોફિટ 100.
આ દરેક ટ્રેક સફળતાપૂર્વક પ્રગતિમાં અગ્રેસર, નોકરીઓના સર્જન અને ભવિષ્યના સાહસો માટે માર્ગ મોકળો કરતા બિઝનેસીસ અને એન્ટ્રેપ્રીન્યોર્સને બિરદાવે છે. આ ભવ્ય રિસેપ્શનમાં ફાઈનાલિસ્ટ્સને તેમની અસાધારણ વ્યૂહરચનાઓ અને યુકેના અર્થતંત્રમાં યોગદાન માટે સન્માનિત કરાયા હતા.
ભવ્ય રિસેપ્શનની સાંજની ચાવીરૂપ બાબતો આ રહી હતીઃ
• એડમિરલ ઈન્સ્યુરન્સના સ્થાપક હેન્રી એન્ગલહાર્ટે એપોલો 13 મિશનની વિશિષ્ટ સામ્યની રજૂઆત કરી હતી. તેમણે અચોક્કસ સમયમાં પણ ‘કીપ ધ અર્થ ઈન વિન્ડો’ મંત્ર સાથે આખરી લક્ષ્ય પર કેન્દ્રિત રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
• E2Eના નવા લોગો અને આગામી એપનું અનાવરણઃ એજાઝ અહેમદ MBE એ ડિઝાઈન કરેલો લોગો E2Eના વિઝનને પ્રતિબિંબિત કરે છે જ્યારે નવા વર્ષમાં લોન્ચ કરાનારી એપ એન્ટ્રેપ્રીન્યોરલ ઈકોસિસ્ટમને વધુ સશક્ત બનાવવાની ખાતરી ઉચ્ચારે છે.
• ઈન્ડસ્ટ્રી નિષ્ણાતો દ્વારા પેનલચર્ચાઃ પાર્ટનર પેનલમાં ક્રિસ્ટોફર ઈવાન્સ (કોલિન્સન ગ્રૂપ), ધવલ પટેલ (યુનિવર્સલ પાર્ટનર્સ), ફ્રાકલિન અસાન્તે (કાઉટ્સ), લોર્ડ લેઈહ (કેવેન્ડિશ), સુરિન્દર અરોરા (અરોરા ગ્રૂપ) અને મેથ્યુ હેઈઝ (ચેમ્પિયન્સ)નો સમાવેશ થયો હતો.
• E2E 100 Track પેનલમાં સત સંઘેરા (IP ઈન્ટિગ્રેશન), પીટર યંગ (ઓપ્ટિમાઈઝલી), સિમોન લા ફોસ્સે (લા ફોસ્સે એસોસિયેટ્સ), દીપક નાંગલા (બ્રાઈટસન ટ્રાવેલ), સારા ડો (ધ લિબર્ટી ગ્રૂપ), કોલીન શુટ (SBFM), અને સ્ટીવ બાયર્ને (ટ્રાવેલ કાઉન્સેલર્સ)નો સમાવેશ કરાયો હતો.
• સારા ડોએ ભાવિ બિઝનેસ સફળતા માટે આધારશિલા તરીકે કુશળ પ્રતિભા સ્ટ્રેટેજીસ અને વફાદાર વર્કફોર્સની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
• ફ્રાન્કલિન અસાન્તેએ એન્ટ્રેપ્રીન્યોર્સ માટે ટેકારૂપ ચોથી દીવાલ’ બની રહેવાના મહત્ત્વને સમજાવ્યું હતું જે તેમને અંગત અને કોમર્શિયલ સફળતા તરફ દોરી જાય છે.
• સુરિન્દર અરોરાએ મહેમાનોને રોયલ્ટી તરીકે અને ટીમ્સને પરિવાર તરીકે ગણવાની તેમની નીતિ વિશે જણાવ્યું હતું જે સિદ્ધાંત થકી સફળતા પ્રાપ્ત થઈ હતી.
• ધવલ પટેલે બિઝનેસને સ્પોર્ટની સાથે સરખાવ્યો હતો અને ઉદ્યોગસાહસિકતાની રમત રમવામાં સંકળાયેલા ‘આનંદ અને સ્ટ્રેટેજી’ને હાઈલાઈટ કરી હતી.
આ ઈવેન્ટમાં રિચાર્ડ ફારલેઈહ (ડ્રેગન્સ ડેનના પૂર્વ ઈન્વેસ્ટર) અને સર એન્થોની સેલ્ડન (બ્રિટિશ ઈતિહાસવિદ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોર્ડ બિલિમોરિયા CBE DLના સંબોધન સાથે સાંજનું સમાપન થયું હતું. તેમણે બ્રેક્ઝિટ, ઈન્ફ્લેશન અને ગ્લોબલ રાજકીય પરિવર્તનો જેવાં મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં ખાનગી કંપનીઓની સ્થિતિસ્થાપકતા અને ચતુરાઈને બિરદાવી હતી.
E2Eના સ્થાપક શાલિની ખેમકા CBEએ યુકે બજેટની સમજ આપવા સાથે સાંજનો પ્રારંભ કર્યો હતો. તેમમે અર્થતંત્રની કરોડરજ્જુ જેવા પ્રાઈવેટ બિઝનેસીસને બહેતર સપોર્ટ આપતી નીતિઓની હિમનાયત કરી હતી. આગામી વર્ષ માટે વૃદ્ધિ, સહકાર અને ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ભવ્ય રિસેપ્શને ઈન્ડસ્ટ્રીઝને રૂપાંતરક્ષમ બનાવવાનું ચાલુ રાખવા એન્ટ્રેપ્રીન્યોર્સને સશક્ત બનાવતા રહેવાનો મંચ ખુલ્લો મૂક્યો હતો.