નવી દિલ્હીઃ રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઈન જર્નાલિઝમ એવોર્ડ્સનું આયોજન નવી દિલ્હીમાં કરાયું હતું. તમામ 27 એવોર્ડવિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે. 20 વર્ષની આ એવોર્ડ્સ સ્પર્ધામાં આ વર્ષે 1500થી વધુ સબમિશન્સ આવ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા નવી દિલ્હીની ધ ઓબેરોય ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવામાં મને ભારે ખુશી પ્રાપ્ત થઈ હતી.
રામનાથ ગોએન્કા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત એવોર્ડ્સ અભૂતપૂર્વ અને ઉત્કૃષ્ટ જર્નાલિઝમની કદર અને બહુમાન કરે છે. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને ગવર્મેન્ટ, બૂક્સ, ફીચર રાઈટિંગ અને પ્રાદેશિક ભાષાઓ સહિત 13 કેટેગરીઝમાં પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડકાસ્ટ જર્નાલિસ્ટ્સના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં લેવામાં આવે છે.
મુખ્ય મહેમાનપદેથી ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ભરચક સભાગૃહ સમક્ષ જણાવ્યું હતું કે,‘માનવ મૂલ્યો પર આધારિત પત્રકારત્વ કદી લુપ્ત થશે નહિ.’ રાષ્ટ્રપતિએ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના સ્થાપક રામનાથ ગોએન્કાને આદરાંજલિ અર્પણ કરવા સાથે અખબારી સ્વાતંત્ર્ય અને જાહેર સેવા પ્રતિ તેમની કટિબદ્ધતાને બિરદાવી હતી.