અયોધ્યાઃ રામમંદિરના નિર્માણની જવાબદારી સંભાળતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટેના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. મંદિર ટ્રસ્ટના એક સભ્ય દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા 10 હજાર જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવનાર છે. રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં જ એક પત્ર લખીને સત્તાવાર રીતે 15થી 24 જાન્યુઆરી વચ્ચેની તારીખ આપવામાં આવી છે અને વડાપ્રધાન સ્વયં તારીખ નક્કી કરશે.