રેડબ્રિજ એશિયન મંડળના હોદ્દેદારો

Tuesday 05th May 2015 14:48 EDT
 
 

રેડબ્રિજ એશિયન મંડળની એજીએમ ગત તા. ૧૪-૪-૧૫ના રોજ યોજાઇ હતી જેમાં આગામી ૨ વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

પ્રમુખ: અોધવજીભાઇ મગુડીયા, સેક્રેટરી: હરિક્રિષ્ણભાઇ કટેચીયા, ટ્રેઝરર: પુરૂષોત્તમભાઇ કટેચીયા, વાઇસ પ્રેસિડેન્ટ: હંસાબેન મગુડીયા, આસી. ટ્રેઝરર ક્રિષ્ણકાંતભાઇ એસ. શાહ, આસી. સેક્રેટરી: ક્રિષ્ણકાંતભાઇ એમ. શાહ, એડિટર: દિનેશભાઇ શેઠ.

કારોબારી સભ્ય: મનોહરલાલ શાહ, નિરૂબેન દાવડા, ભાનુબેન પ ટેલ, તરૂબેન પટેલ, જયાબેન કટેચીયા અને જ્યોતિબેન કાના.

૯૦૦૦૦૦૦૦૦

પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજ યુકેની મુલાકાતે

પુષ્ટિનિધિ યુકે અને શ્રીજીધામ હવેલી, ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટરના અધ્યક્ષ અને પષ્ઠપીઠાધિશ્વર પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી લેસ્ટર ખાતે તા. ૧૩થી ૧૮મી મે ૨૦૧૫ દરમિયાન યોજાનાર પુષ્ટિનિધિ યુકેના તૃતિય પાટોત્સવ અને માધુર્ય મહોત્સવમાં લાભ આપવા યુકેની મુલાકાતે પધારી રહ્યા છે. આ પ્રસંગે તેમની સાથે યુવરાજશ્રી આશ્રયકુમારજી અને શ્રી શરણમકુમારજી પણ ઉપસ્થિત રહેનાર છે. આ પ્રસંગે શ્રી ગોવર્ધનનાથજીનો ૫૬ ભોગનો ભવ્ય મનોરથનો લાભ ૧૭.૫.૨૦૧૫ રવિવારે સાંજે ૪થી ૭ દરમિયાન મળશે. માધુર્ય મહોત્સવ તેમજ અન્ય કાર્યક્રમો માટે સંપર્ક: 0116 212 2827.

૦૦૦૦૦૦

હિન્દુ કાઉન્સિલ અોફ નોર્થન(યુકે)ના હોદ્દેદારો

હિન્દુ કાઉન્સિલ અોફ નોર્થ(યુકે)ની વાર્ષિક સામાન્ય સભા ગત તા. ૨૬-૪-૧૫ના રોજ પ્રેસ્ટન ખાતે મળી હતી. જેમાં સહયોગી સંસ્થાઅો ગુજરાત હિન્દુ સોસાયટી (પ્રેસ્ટન), શ્રી ભારતીય મંડળ (આશ્ટન), ઇન્ડિયન એસોસિએશન (અોલ્ડહામ), શ્રી કૃષ્ણ ટેમ્પલ અને માંધાતા મંડળ (બોલ્ટન), હિન્દુ ચેરીટેબલ ટ્રસ્ટ (લીડ્ઝ), શ્રી પ્રજાપતિ એસોસિએશન (બ્રેડફર્ડ), બ્લેકબર્ન હિન્દુ સેન્ટર, આનંદમિલન સેન્ટર (બ્રેડફર્ડ), લોહાણા એસોસિએશન (માંચેસ્ટર), વેદ મંદીર (બોલ્ટન), લેંકાસ્ટર મોરકમ્બ હિન્દુ સોસાયટીના પ્રતિનિધિઅો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી બેઠેલા આસી. મંત્રી: શ્રી મોહનભાઇ પરમાર (પ્રેસ્ટન), માનદ મંત્રી: શ્રી કાન્તીભાઇ મિસ્ત્રી (પ્રેસ્ટન), પ્રમુખ: શ્રી દશરથભાઇ નાયી (પ્રેસ્ટન), ઉપપ્રમુખ: શ્રી રામસિંહભાઇ કુંપાવત (અોલ્ડહામ), ખજાનચી: શ્રી મોહનભાઇ પટેલ (બોલ્ટન), સહખજાનચી: શ્રીમતી હર્ષાબેન શુક્લ (લેંકાસ્ટર) કો.અોપ્ટ સભ્ય: છોટાભાઇ લિંબાચીયા (પ્રેસ્ટન) તેમજ ડાબેથી ઉભા રહેલા શ્રી ઇશ્વરભાઇ મિસ્ત્રી (આસ્ટન), કો.અોપ્ટ સભ્ય: શ્રી નિરંજનભાઇ ભટ્ટ, સોશ્યલ સેક્રટરી: શ્રીમતી રૂક્ષ્મણીબેન પટેલ, શ્રીમતી જયભારતીબેન ચુડાસમા (બ્લેકબર્ન), આસી. પીઆરઅો: શ્રી અશોકભાઇ ચુડાસમા, શ્રી શાંતિલાલ મિસ્ત્રી (બ્રેડફર્ડ) શ્રી નટવરલાલ લાડ (બ્રેડફર્ડ) શ્રી ખંડુભાઇ મિસ્ત્રી (બ્રેડફર્ડ), શ્રી વસનજીભાઇ લાડ (બ્રેડફર્ડ) તેમજ કો.અોપ્ટ સભ્ય: શ્રીમતી નિર્મલાબેન પટેલ નજરે પડે છે.

આ બેઠકમાં કારોબારી સદસ્યો સર્વશ્રી નિરંજનભાઇ વખારીયા, (લીડ્ઝ), શ્રી ચંપકભાઇ મિસ્ત્રી (બોલ્ટન), શ્રી યશવંતભાઇ શુક્લ (લેંકાસ્ટર) શ્રીમતી ભારતીબેન તન્ના (માંચેસ્ટર), શ્રીમતી ભગવતીબેન પરમાર (બોલ્ટન), PRO શ્રીમતી તૃપ્તીબેન પટેલ (અોલ્ડહામ) ઉપસ્થિત રહી શક્યા ન હતા. સંપર્ક: મંત્રી શ્રી કાન્તીભાઇ મિસ્ત્રી.

૦૦૦૦૦૦

પૂ. ભાઇ શ્રી નલિનભાઇ કોઠારી યુકેની મુલાકાતે

સાયલા, સુરેન્દ્રનગર સ્થિત રાજસોભાગ મંંડળના આધ્યાત્મિક વડા પૂ. ભાઇ શ્રી નલિનભાઇ કોઠારી આગામી તા. ૧૫મી મે, ૨૦૧૫થી યુકેની મુલાકાતે પધારી રહ્યા છે. પૂ. ભાઇશ્રી નલિનભાઇ કોઠારી તેમની મુલાકાત દરમિયાન યુકેમાં વિવિધ અગ્રણીઅો તેમજ સંસ્થાઅોના વડાઅોને મળશે અને બ્રિટનના સમાજમાં આપણી અોળખ માટે આપણે સૌ કેવા પ્રયત્નો કરીએ છીએ અને ધર્મ તેમજ સંસ્કૃતિના જતન માટે કેવી જહેતમ ઉઠાવીએ છે તેની માહિતી મેળવશે. પૂ.ભાઇ શ્રી તેમની મુલાકાત દરમિયાન યુકેમાં વિવિધ સ્થળે પ્રાસંગીક પ્રવચન પણ કરનાર છે. સંપર્ક: જયસુખભાઇ મહેતા 07830 294 060.

૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter