સુરતઃ સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતો લંડન સહિત યુકેની સત્સંગ યાત્રાએ છે. આ દરમિયાન લંડનમાં પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હરિભક્તોની સાથે સંતોએ ભાગ લીધો હતો. હિંડોળા કિર્તન ભક્તિ તથા ભગવાનને અભિષેક થયા થયાં હતાં. લંડનના હેરો વિસ્તારમાં આવેલ પ્રિસ્ટ મેડ સ્કૂલમાં સ્વામિનારાયણ ગુરુકુલ યુકે દ્વારા પુષ્પદોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો તથા હરિભક્તોને સંબોધતા શ્વેતવૈકુંઠદાસજી સ્વામીએ કહ્યું હતું કે, બાળકને જેટલો પોતાના માતા-પિતા ઉપર વિશ્વાસ હોય છે. એવો વિશ્વાસ ભક્તને ભગવાન ઉપર રાખવો જરૂરી હોય છે. પ્રહલાદજીને ભગવાન ઉપર વિશ્વાસ હતો. તેણે કરીને એના પિતાએ ગમે તેટલા દુ:ખ આપ્યા છતાંય ભગવાને બધી જગ્યાએ રક્ષા કરી છે.
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર કીર્તન ભક્તિ તથા કથાવાર્તા બાદ બાળ મંડળના બાળકોએ સંવાદ તથા યુવાનોએ ડ્રામાં રજૂ કર્યાં હતા. પુષ્પોથી શણગારેલ હિંડોળામાં ભગવાનને પધરાવી સંતો તથા હરિભક્તોએ નંદ સંતો દ્વારા 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણની સન્મુખ ગાયેલ હોળી તેમજ હિંડોળા તથા ફગવા કિર્તનોના ગાન સાથે ભગવાનને ઝુલાવ્યાં હતાં. કેસર તથા ચંદન મિશ્રિત જળથી સહુએ ક્રમશઃ ભગવાનને અભિષેક કરવાનો લાભ લીધા હતાં.