લવાજમના દરમાં અનિવાર્ય નજીવો વધારો : તા. ૧-૨-૨૦૧૮ પહેલા જુના દરે લવાજમ ભરો

Tuesday 12th December 2017 10:18 EST
 

વાચક મિત્રો,

પ્રિન્ટીંગ, પોસ્ટેજ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાના કારણે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના લવાજમના દરોમાં અમારે ના છૂટકે આગામી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮થી નજીવો કહી શકાય તેવો માત્ર ૩%નો એટલે કે યુકેમાં 'ગુજરાત સમાચાર' માટે માત્ર વાર્ષિક ૫૦ પેન્સ અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના લવાજમના દરોમાં માત્ર ૫૦ પેન્સનો વધારો કરવાની ફરજ પડી છે.

આગામી તા. ૧-૨-૧૮થી 'ગુજરાત સમાચાર'નુ એક વર્ષનું લવાજમ £૩૦.૫૦ રહેશે અને માત્ર વધારાના £૬-૦૦ ભરીને આપ 'એશિયન વોઇસ' મંગાવી શકશો. આમ માત્ર £૩૬-૫૦ ભરીને આપ એક વર્ષ સુધી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' બન્ને સાપ્તાહિકો વાંચી શકશો. આપ જો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું બે વર્ષનું લવાજમ ભરવા માંગતા હો તો લવાજમનો દર માત્ર £૬૬-૫૦ છે. જો ફક્ત 'ગુજરાત સમાચાર'નું બે વર્ષનું લવાજમ ભરવા માંગતા હો તો તેના દર £૫૫-૦૦ છે.

યુરોપના દેશો માટે હવેથી 'ગુજરાત સમાચાર'નુ એક વર્ષનું લવાજમ £૭૯.૦૦ રહેશે અને માત્ર વધારાના £૫૨-૦૦ ભરીને આપ 'એશિયન વોઇસ' પણ મંગાવી શકશો. આમ માત્ર £૧૩૧-૦૦ ભરીને આપ એક વર્ષ સુધી બન્ને સાપ્તાહિકો વાંચી શકશો. આપ જો 'ગુજરાત સમાચાર'નું બે વર્ષનું લવાજમ ભરવા માંગતા હો તો તે £૧૪૭.૦૦ છે અને બન્ને સાપ્તાહિકોનું બે વર્ષનુંલવાજમ £૨૫૨ છે.

વિશ્વના અન્ય દેશો માટે કોઇ ભાવવધારો કરાયો નથી. તે દેશો માટે 'ગુજરાત સમાચાર'નુ એક વર્ષનું લવાજમ £૯૫.૦૦ રહેશે અને માત્ર વધારાના £૫૯-૫૦ ભરીને આપ 'એશિયન વોઇસ' પણ મંગાવી શકશો. આમ માત્ર £૧૫૪-૫૦ ભરીને આપ એક વર્ષ સુધી બન્ને સાપ્તાહિકો વાંચી શકશો. આપ જો 'ગુજરાત સમાચાર'નું બે વર્ષનું લવાજમ ભરવા માંગતા હો તો તે £૧૭૪.૦૦ છે અને બન્ને સાપ્તાહિકોનું બે વર્ષનું લવાજમ £૨૮૮ છે.

જો આપે હજુ સુધી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું લવાજમ ન ભર્યું હોય તો તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ પહેલા આપ જુના દરે લવાજમ ભરી શકશો.

લવાજમ ભરનાર વાચકોને પ્રતિ સપ્તાહ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' ઉપરાંત દીપોત્સવી અંક, વાર્ષિક કેલેન્ડર તેમજ ઉપયોગી અને માહિતીપ્રદ એવા ૧૦થી ૧૨ વિશેષાંકો અમે વિનામુલ્યે સાદર અર્પણ કરીએ છીએ. આપ સૌ સગાં સ્નેહીજનો અને મિત્રોને આગામી ક્રિસમસ / નૂતન વર્ષ પ્રસંગે કે પછી તેમના જન્મ દિન, લગ્નતિથી કે અન્ય પ્રસંગોએ હાલના જુના દરે સત્વશીલ વાંચન સામગ્રી ધરાવતા અને કાયમી સંભારણું બની રહે તેવા 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના લવાજમની ભેટ આપી શકો છો.

મિત્રો, ખાસ નોંધનીય છે કે લવાજમના દરોમાં આ નજીવા વધારા છતાં બ્રિટનમાંથી પ્રકાશીત થતાં ગુજરાતી - ઇંગ્લીશ સાપ્તાહિકોમાં "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" સૌથી અોછું લવાજમ ધરાવે છે. આટલું જ નહિં અમારા બન્ને સાપ્તાહિકોની વેબસાઇટ પર અને ઇ-એડિશન પરથી તમે કોઇ જ ફી ભર્યા વગર સમાચાર વાંચી શકો છો.

હું આશા રાખું છું કે આપ સૌ અમારા આત્મીયજન સમા નિયમીત વાચકો અને લવાજમી ગ્રાહકો છો અને પ્રમાણમાં આ નજીવો વધારો કવાની અમારી જરૂરિયાતને લક્ષમાં લઇને વધુને વધુ સાથ સહકાર આપતા રહેશો.

આપ સૌ જે સાથ, સહકાર અને સમર્થન આપી રહ્યા છો તે બદલ અમે આપ સૌના ઋણી છીએ.

આજે જ લવાજમ ભરી 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' ઉપરાંત સુંદર મનમોહક દિવાળી અંક, કેલેન્ડર, અવનવા વિશેષાંકો મેળવો. વધુ માહિતી માટે સંપર્ક: 020 7749 4080.

લવાજમના દર અંગે જુઅો પાન ???

આપની સહ્રદયી

રાગીણી નાયક,

કસ્ટમર સર્વિસ મેનેજર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter