શનિવાર તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાજકોટના પ્રોજેક્ટ લાઇફ દ્વારા મહિલા સશક્તિકરણના સીમા ચિહ્ન સમા ‘વર્ચ્યુલ વોકેશનલ ટ્રેનિંગ’ પ્રોગ્રામનો ડિજીટલ ઉદ્ઘાટન સમારોહ ઝૂમના માધ્યમથી યુ.કે. ના સમય મુજબ સવારના ૯.૩૦ થી ૧૨.૩૦ શાનદાર રીતે સંપન્ન થયો. જેમાં નવનાત, ઓશવાળ, જૈન નેટવર્કના અને સ્થાનિક સમાજના અગ્રણીઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. આ પ્રસંગે આ પ્રોજેક્ટની ૧૫૦ લાભાર્થી બહેનોમાંથી કેટલીક બહેનોએ પોતાના અનુભવો રજુ કર્યા ત્યારે લાગણીસભર માહોલ સર્જાયો હતો. આપણા તંત્રીશ્રી સી.બી.પટેલ પ્રોજેક્ટ લાઇફ, રાજકોટના પ્રારંભથી સપોર્ટર રહ્યા છે અને આ સમારોહમાં પણ સક્રિય ભાગ લઇ અધ્યક્ષ સ્થાનેથી પોતાના વિચારો રજુ કર્યા હતા.
જેનું સંચાલન પ્રોજેક્ટ લાઇફ, રાજકોટના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી ઋષિકેશ પંડ્યાએ, જોઇન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી મીતલબહેન કોટીચા શાહના સહયોગથી ખૂબ સરસ રીતે કર્યું.
અમદાવાદની ગરીબી રેખા હેઠળ જીવતી ૧૫૦ મહિલાઓના સશક્તિકરણના પ્રોગ્રામ અન્વયે યોજાયેલ આ સમારોહનું ઉદ્ઘાટન શ્રીમતી બીનાબહેન અને મયુરભાઇ સંઘવી (ચેર-લાઇફ ગ્લોબલ યુ.કે.), શ્રીમતી રેણુકાબહેન મહેતા (પ્રેસિડેન્ટ, નવનાત ભગિની સમાજ), શ્રીમતી અનિતાબહેન કામદાર (એમ્બેસેડર, લાઇફ ગ્લોબલ, યુ.કે.), મીસ ચાંદની વોરા (સી.ઇ.ઓ.વાસક્રોફ્ટ કોન્ટ્રાકટર્સ લિ. યુ.કે.)ના હસ્તે થયું. આ ડિજીટલ ઉદ્ઘાટન સમારોહનો સચિત્ર-સવિસ્તર અહેવાલ માટે જોતા રહો આગામી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના અંકો.