અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના ચેરમેન શ્રી લાલુભાઇ પારેખને નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેસન્સ દ્વારા તાજેતરમાં હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે ગુજરાત ડે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અને બ્રિટનમાં વસતા ગુજરાતીઅોને અપાયેલી સેવાઅો બદલ એવોર્ડ એનાયત કરાયો હતો.
નવનાત વણિક એસોસિએશન્સના ટ્રસ્ટી, નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સના ભૂતપુર્વ પ્રમુખ, જૈન અગ્રણી અને હોટેલ માલીક શ્રી લાલુભાઇ પારેખ મૂળ રાજકોટના વતની છે અને ૧૯૫૭માં આફ્રિકા સ્થાયી થયા હતા અને મ્વાંઝામાં તેઅો લોની પ્રેકટીસ કરતા હતા. ૧૯૭૧માં લાલુભાઇ યુકે આવ્યા હતા અને હોટેલનો બિઝનેસ કરે છે.
શ્રી લાલુભાઇ પારેખ આ અગાઉ ૧૦ વર્ષ સુધી અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવાઅો આપી હતી અને અન્ય સંગઠનો સાથે પણ સંકળાયેલા છે.