અમદાવાદમાં યોજાયેલા અચલા ફાઉન્ડેશનના વાર્ષિક કાર્યક્રમ અને એજ્યુકેશનલ સેમિનારમાં કેરળના ગવર્નર આરીફ મોહમદ ખાનના હસ્તે લેખક પ્રફુલ્લ કાનાબારના પુસ્તક ‘વાર્તાવિહાર’નું વિમોચન થયું હતું. તે પ્રસંગની તસવીરમાં ગોધરા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, લેખક પ્રફુલ્લ કાનાબાર, અચલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મફતલાલ પટેલ, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, સંપાદક દધિચી ઠાકર, સદવિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી પી.કે. લહેરી અને જાણીતા લેખક પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ જણાય છે.