લેસ્ટરમાં તા.૧૨ જુલાઈને શુક્રવારે ગ્લુકોમાના દર્દીઓ તેમજ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, ઓપ્થાલ્મોલોજીસ્ટ્સ અને ગ્લુકોમા કેર સાથે સંકળાયેલા તમામ લોકો માટે કોન્ફરન્સનું આયોજન કરાયું છે. તેમાં સિટી યુનિવર્સિટી લંડનના પ્રો. ડેવિડ ક્રેબ અને ગ્લુકોમા કન્સલ્ટન્ટ ઉસ્માન સરોડીયા પ્રેઝન્ટેશન્સ રજૂ કરશે.
કોન્ફરન્સ દરમિયાન નોટિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલના પ્રો. એન્થની કિંગના અધ્યક્ષપદે પ્રશ્રોત્તરી સેશન પણ યોજાશે. ગ્લુકોમાના દર્દીઓ માટેની ચેરિટી ઈન્ટરનેશનલ ગ્લુકોમા એસોસિએશન (IGA) દ્વારા આયોજિત આ કોન્ફરન્સ બપોરે ૨.૩૦થી ૫ દરમિયાન યોજાશે. બાદમાં ડ્રિંક્સ રિસેપ્શનની પણ વ્યવસ્થા છે.
હોલિડે ઈન, સેન્ટ નિકોલસ સર્કલ, LE1 5LX ખાતે યોજાનારી આ કોન્ફરન્સમાં મફત પ્રવેશ મળશે. આપની સીટ બુક કરાવવા માટે 01233 648 164 પર કોલ કરશો અથવા [email protected] પર ઈમેલ કરશો.