લોકોને સંસ્કાર મળી રહે તે માટે મંદિરનું સર્જન કરાયુંઃ આચાર્ય

Friday 07th July 2023 06:32 EDT
 
 

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર - ન્યૂ જર્સી ખાતે ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીનું સંત મંડળ સહિત પધરામણી થતાં હરિભક્તો સાથે ઉલ્લાસભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ સહિત આચાર્ય મહારાજને રથમાં બિરાજમાન કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે સૂરાવલિના સૂર રેલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ શોભાયાત્રા મંદિરે પહોંચતાં જ નાનાં બાળકોએ સ્વાગત નૃત્ય અને કીર્તનગાન કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, ભોગવિલાસ ધરાવતા દેશમાં સત્સંગના સંસ્કાર મળી રહે તે માટે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજે મંદિરનું સર્જન કરી આપ્યું છે. માણસ પોતાના જીવનમાં અઢળક ધન મેળવી શકે છે પણ જીવનમાં સત્સંગથી સંસ્કાર મળે એ જ સૌથી દુર્લભ વાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter