લોટસ ટ્રસ્ટે ભારતના કોવિડ પીડિતો માટે £૧૪૦,૦૦૦ એકત્ર કર્યા

Wednesday 19th May 2021 06:17 EDT
 
 

ભારતમાં કોવિડ – ૧૯ના કેસોમાં અને તેને લીધે થતાં મૃત્યુમાં ભારે વધારો થયો છે. ઓક્સિજનના અભાવે ઘણાં દર્દીઓનું મૃત્યુ થતું હોય છે.
હર્ટફર્ડશાયરના ભક્તિવેદાંત મેનોરની ચેરિટી પાંખ લોટસ ટ્રસ્ટ દિલ્હીના ઈસ્કોન મંદિર સાથે મળીને કામગીરી કરી રહ્યું છે. ભારતને જ્યારે ખૂબ જરૂર છે તેવા સમયે આ મદદ કરાઈ રહી છે.
લોટસ ટ્રસ્ટ દ્વારાએકત્ર કરાયેલા આ નાણાંના પરિણામે યુનિવર્સિટી કેમ્પસનું કોવિડ નર્સિંગ કેર સેન્ટરમાં રૂપાંતરણ થઈ શક્યું છે. હાલ તેની ક્ષમતા ૨૫૦ બેડની છે જે વધારીને ૧,૦૦૦ થઈ શકે તેમ છે. આ સેન્ટરમાં આવતા કોવિડના તમામ દર્દીઓને કોવિડ કેરની સુવિધા તદ્દન મફત આપવામાં આવે છે. શરૂઆતના ત્રણ મહિનાના ગાળામાં તેઓ અંદાજે ૨,૫૦૦થી ૫,૦૦૦ દર્દીઓને આ સુવિધા પૂરી પાડશે.  
હાલના સંજોગોમાં જે લોકો અને પરિવારો ભોજન બનાવી શકતા નથી અથવા તે તેમને પરવડે તેમ નથી તેમને ફ્રી મિલ્સના વિતરણમાં પણ ચેરિટી મદદ કરી રહી છે. ત્રણ મહિનામાં અંદાજે ૨.૭ મિલિયન મિલ્સનું વિતરણ કરવાનું તેમનું લક્ષ્ય છે. એક દર્દીને એક દિવસનું ભોજન ૧૧ પાઉન્ડ અને માત્ર ૫૫ પાઉન્ડના ડોનેશન દ્વારા ૧૦૦હોટ મિલ્સ પૂરા પાડી શકાશે.  
ઈમ્પિરિયલ કોલેજના યુરોલોજિસ્ટ અને લોટસ ટ્રસ્ટના ડિરેક્ટર ડો. સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે વિશાળ પાયા પર આ મદદ પહોંચાડવા અને આ કામગીરી ત્રણ મહિના સુધી સતત ચાલુ રાખવા માટે ૧.૮૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. અત્યાર સુધીમાં મળેલા ડોનેશનમાંથી તેમણે સેંકડો બેડ પર દર્દીઓની સારવાર શરૂ કરી છે અને દરરોજ ૩૦,૦૦૦ મિલ્સ તૈયાર કરીને તેનું વિતરણ કરાય છે. લોટસ ટ્રસ્ટે ભક્તિવેદાંત મેનોરના ભાવિકો અને મિત્રો દ્વારા ૧૪૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા છે.      
તેમણે જણાવ્યું કે સો ટકા ડોનેશન્સને લીધે ફરક પડી શકે તે લોટસ ટ્રસ્ટ સુનિશ્ચિત કરી રહ્યું છે. જરૂરતમંદોને મદદ પહોંચાડવાનું સુનિશ્ચિત કરી શકાય તેથી તેઓ આ સર્વિસ પૂરી પાડતા લોકોના સતત સંપર્કમાં છે.
ડોનેશન માટે લીંક -  http://krishnatemple.com/covid
વેબસાઈટ -  http://thelotustrust.org/


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter