લંડનઃ સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS Uk)ની ૧૧મી એપ્રિલે મળેલી વાર્ષિક સાધારણ સભામાં લોર્ડ રેમી રેન્જરની ચેરમેનપદે નિમણૂક કરાઈ હતી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેનો ઉદ્દેશ મહાન નેતા સરદાર પટેલના જીવન અને કાર્યો વિશે માત્ર બાળકોમાં જ નહીં પરંતુ, વધુ કોમ્યુનિટીઝમાં જાગૃતિ ફેલાવવાનો છે.
નવી કારોબારીમાં લોર્ડ રેમી રેન્જર (ચેરમેન), પ્રવિણભાઈ જી પટેલ (વાઈસ ચેરમેન), ક્રિશ્રા પૂજારા (સેક્રેટરી જનરલ), દીપકભાઈ પટેલ (ટ્રેઝરર) તથા ટ્રસ્ટીઓ તરીકે સી. બી. પટેલ, જીતુભાઈ પટેલ અને સુમંતરાય દેસાઈનો તેમજ કમિટી મેમ્બર્સ તરીકે જી. પી. દેસાઈ અને જયંતભાઈ પટેલ તથા માનદ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કાંતિભાઈ નાગડા (MBE)નો સમાવેશ થાય છે.
ચેરમેનપદે નિમણૂક અંગે લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે તેમની કારકિર્દી જાહેર સેવાને સમર્પિત હતી અને તેઓ SPMS UK સાથે રહીને તેને આગળ ધપાવવા ઈચ્છે છે. સૌને અતિ આધુનિક અને ઝડપી સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ કારોબારી સમિતિ સાથે કામ કરવા તેઓ ઉત્સુક છે. તેમણે ઉમેર્યું કે એકતાની ભાવના સાથે આપણે સરદાર પટેલના જીવન અને કાર્યોના પ્રસારનું કાર્ય આગળ વધારીએ તે મહત્ત્વનું છે.
વધુ માહિતી માટે સંપર્ક. ક્રિશ્રા પૂજારા 07931 708 028 - ઈમેલ [email protected]