લોહાણા કોમ્યુનિટી - સાઉથ લંડન દ્વારા ક્રોયડનમાં સાકાર થયેલા મંદિરમાં વિઘ્નહર્તા ગણપતિ, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રીનાથજી, રામ-લક્ષ્મણ-જાનકી, જલારામબાપા, અંબાજી માતા, હનુમાનજીની સુંદર પ્રતિમાઓ બિરાજમાન છે. લોહાણા કોમ્યુનિટી - સાઉથ લંડનના પ્રમુખ અજયભાઇ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, આ મંદિરના દ્વાર વાર-તહેવારે દર્શનાર્થીઓ માટે ખુલ્લાં મૂકાય છે ત્યારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીમાં રંગેચંગે સામેલ થાય છે. 20 માર્ચે અહીં ચલિત પ્રતિમાની સ્થાપનાનો મહોત્સવ ધામધૂમ ઉજવાયો હતો.