વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી સર્વમંગલદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર)નું ધર્મ પ્રચારાર્થે લંડન આગમન થયું છે. લંડન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા શ્રી વડતાલધામ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બર્સ સહિતના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની તસવીરમાં હેમંતભાઈ સોની, નારાયણભાઈ સોની, ખીમજીભાઈ, ઘનશ્યામભાઈ પટેલ, ગોરધનભાઈ કાનાણી, ભીમજીભાઈ ખેતાણી, ભાવેશભાઈ ડોબરીયા વગેરે નજરે પડે છે.
લંડન વિચરણ દરમિયાન સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર) તા. 21થી 27 ઓગસ્ટ (સ્થળઃ શ્રી વડતાલધામ સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પીનર - HA5 2SH) કથામૃતનું રસપાન કરાવશે.