શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ-યુકેના પિનર ખાતે આવેલા પ્રથમ વિશાળ સ્વામિનારાયણ ટેમ્પલમાં 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન રંગેચંગે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ઉજવણી દરમિયાન પોથી યાત્રા, સતસંગી જીવન કથા, યજ્ઞ, ભવ્ય નગર યાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી હતી. મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નારાયણ દેવ,
શ્રી રામ દરબાર, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી, શ્રી શિવજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. નગર યાત્રામાં મેયર, સંસદ સભ્યો સહિત બહોળી સંખ્યામાં સત્સંગીઓ તથા નગરજનોએ હાજરી આપી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ, આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ, લાલજી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ધર્માકુલ પરિવારે ખાસ હાજરી આપી સત્સંગીઓને આશીર્વાદ આપ્યા હતા.