સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં નવા વર્ષ નિમિત્તે 51 હજાર કિલોની 5100થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. વડતાલ મંદિરના હરિમંડપ પાછળના ગ્રાઉન્ડમાં 19,210 સ્ક્વેર ફૂટ જગ્યામાં ભવ્ય ડોમ ઊભો કરી 30 સંતોએ મીઠાઈ, ફરસાણ, શાકભાજી, ફળ સહિતની વાનગીઓનો અન્નકૂટ તૈયાર કર્યો હતો. આ અન્નકૂટનો પ્રસાદ વડોદરા, નડિયાદ, આણંદ, પેટલાદ, બાકરોલનાં 30થી વધુ અનાથાશ્રમ, દિવ્યાંગ સ્કૂલો, વૃદ્ધાશ્રમો, હોસ્પિટલ સહિત જરૂરિયાતમંદોને અપાયો હતો.