શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા દેવોને ઉનાળાની ગરમીમાં શીતળતા માટે મંદિરના બ્રહ્મચારી હરી સ્વરૂપાનંદજી તથા પ્રભુદાનંદજી દ્વારા રવિવારે વરૂથિની એકાદશી પર્વે 275 કિલો મોગરાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. એકાદશી અને રવિવારની રજા હોય આખો દિવસ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. અંદાજે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર મોગરાની સુવાસથી મહેકી ઉઠ્યું હતું.