વણિક કાઉન્સિલ યુકેના નવા ચેરમેન તરીકે મનહર એલ મહેતા અને જનરલ સેક્રેટરી તરીકે પૂર્ણિમા મહેતાની વરણી થઈ છે. નેહલ મહેતા રિજનલ વાઈસ ચેર નોર્થ તરીકે, રજનીકાન્ત શાહ (રિજનલ વાઈસ ચેર મીડલેન્ડ્સ), વિજય શેઠ (રિજનલ વાઈસ ચેર લંડન), પ્રકાશ મહેતા (રિજનલ વાઈસ ચેર સાઉથ) તરીકે નીમાયા છે. ટ્રેઝરર તરીકે જયકુમાર શાહ, ડેપ્યૂટી સેક્રેટરી તરીકે અનુપ મહેતા, કમિટી મેમ્બર્સ તરીકે ભરત મહેતા, કિરીટ બાટવીયા, મહેશ ગાંધી, રેણુકા મહેતા, જયશ્રી વોરા, સરોજ વારીયા અને પ્રિયેશ મહેતાની વરણી થઈ છે. કો - ઓપ્ટેડ મેમ્બર્સ તરીકે જયમન મહેતા, રમેશ શાહ અને શશીકાન્ત શાહ જ્યારે વેબ માસ્ટર તરીકે સુરેશ મહેતા અને ન્યૂઝલેટર એડીટર તરીકે તારક ગજ્જરની પસંદગી કરાઈ છે.