વિશ્વમાં ગરીબીનો ઓછાયો લાખો લોકો પર સતત પથરાઈ રહ્યો છે ત્યારે ‘વન કાઈન્ડ એક્ટ’ શિક્ષણ થકી લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની સમર્પિત આશાના કિરણ સ્વરૂપે ઉપસી રહેલ છે. આ ઉમદા સંસ્થા ઘરવિહોણી અવસ્થા, ભૂખ, વયોવૃદ્ધોને ટેકા સહિત વિવિધ ઉદ્દેશોને સપોર્ટ કરવા હાથ લંબાવે છે ત્યારે વાસ્તવમાં ચમક લાવતા શિક્ષણ મારફત બાળકોને સશક્ત બનાવી કોમ્યુનિટીઓનાં ઉત્થાનનું વિશિષ્ટ વિઝન ધરાવે છે. આપણા બાળકો આપણું ભવિષ્ય છે અને ગરીબીના આ વિષચક્રને તોડીને ‘વન કાઈન્ડ એક્ટ’ દ્વારા હજારોના જીવન પર નોંધપાત્ર પ્રભાવ પાડવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં ‘વન કાઈન્ડ એક્ટ’ હાંસિયામાં રહેલી જનજાતિ આદિવાસી કોમ્યુનિટીના ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે. આ સમુદાય પૂર્વગ્રહ, દમન અને સરકારી સેવાની મર્યાદિત પહોંચ સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પડકારોનું નિવારણ કરવા સંસ્થાએ વર્ગખંડો, કિચન્સનું નિર્માણ કર્યું છે તેમજ શિક્ષકોને તાલીમ અને સપોર્ટની વ્યવસ્થા કરી છે.
યુદ્ધગ્રસ્ત શ્રી લંકામાં ‘વન કાઈન્ડ એક્ટ’ દ્વારા પ્રીસ્કૂલ બાંધવામાં આવી હતી. આ સંસ્થાએ માત્ર શિક્ષણ પુરું પાડ્યું નથી પરંતુ, અરાજકતા અને પ્રતિકૂળતાઓ મધ્યે બાળકોને સલામત સ્થળ પણ ઓફર કર્યું હતું.
‘વન કાઈન્ડ એક્ટ’ દ્વારા આફ્રિકામાં હજારો લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા તેવા સીએરા લિઓનમાં નોંધપાત્ર કામગીરી બજાવાઈ હતી. કોમ્યુનિટી આધારિત પુનર્વસન યોજના મારફત ઝૂંપડપટ્ટીમાં રહેતા 2000થી વધુ લોકોને શિક્ષણ અને રોજગારની તક, ઓછી કિંમતના ઘર, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોકેશનલ ટ્રેનિંગ અને હેલ્થકેરની ઓફર કરતી નવી કોમ્યુનિટીમાં પુનઃસ્થાપિત કરાયા હતા. આ પહેલથી બાળકો સહિત અનેક લોકોનાં જીવનમાં પરિવર્તન આવ્યું હતું. 14 વર્ષીય તરૂણ અર્ન્સ્ટની માતા ગ્રેસ કહે છે કે ઝૂંપડપટ્ટીમાં આખો દિવસ વેડફી નાખવાના બદલે તેને દરરોજ શાળાએ ચાલતો જતા જોઈને તેમનું હૃદય આભારથી ભરાઈ આવે છે.
ગ્રામીણ ટાન્ઝાનિયામાં વન કાઈન્ડ એક્ટ શિક્ષણ બાબતે અવરોધોને પહોંચી વળવા સ્થાનિક કોમ્યુનિટીઓ સાથે સહકાર સાધે છે. ક્લાસરૂમ્સના બાંધકામ, સારા આરોગ્ય માટે વરસાદી જળના સંરક્ષણની પદ્ધતિઓના અમલ તેમજ ગ્રામીણ ઘરો માટે સોલાર લાઈટિંગની વ્યવસ્થા પુરી પાડીને તેઓ દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થાય તેની ચોકસાઈ રાખે છે. આ પ્રયાસો થકી વન કાઈન્ડ એક્ટ બાળકો અને તેમના શીખવાના અધિકાર વચ્ચે રહેલા અવરોધોને તોડી રહેલ છે. વન કાઈન્ડ એક્ટને અન્ય ચેરિટીઝથી અલગ પાડનારી બાબત અનાવશ્યક વહીવટી ખર્ચાઓ વિના દાનમાં અપાયેલા દરેક પાઉન્ડ જરૂરિયાતમંદોને પહોંચે તેની ચોકસાઈ રાખવાની અવિરત પ્રતિબદ્ધતા છે. પ્રભાવક્ષમ પ્રોજેક્ટ્સને સીધાં જ રિસોર્સીસ પૂરાં પાડીને તેઓ દાનમાં પ્રાપ્ત પ્રત્યેક પેનીનો મહત્તમ ઉપયોગ કરે છે. જરૂરિયાતમંદોને લગભગ 100 ટકા દાન પહોંચે છે. વન કાઈન્ડ એક્ટના હાલમાં જ શરૂ કરાયેલો ‘બ્રાઈટ સ્ટાર્ટ પ્રોગ્રામ’ કચડાયેલાં પરંતુ, શૌક્ષણિક રીતે હોંશિયાર બાળકોને સપોર્ટ કરવામાં સહાયક બની રહેલ છે. આ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના બે વર્ષ માટે સ્કોલરશિપ અપાય છે જેના થકી યુનિવર્સિટીના વધુ અભ્યાસ માટેનો માર્ગ મોકળો બને છે.
સફળતાની એક પ્રેરણાદાયક કથા રોજમદાર શ્રમિકની દીકરી ભાવિકાની છે જેણે હવે એન્જિનિઅરીંગની ડીગ્રી હાંસલ કરી ઉચ્ચ પગાર સાથેની કોર્પોરેટ નોકરી હાંસલ કરવાનું લક્ષ્ય સાધ્યું છે. તેની યાત્રા માત્ર વ્યક્તિઓ માટે જ નહિ, તેમના પરિવારો અને કોમ્યુનિટીઓ માટે પણ શિક્ષણની પરિવર્તનકારી શક્તિનું પ્રતીક બની રહી છે.
આ ઉપરાંત, ગુણવત્તાપૂર્ણ શિક્ષણના મહત્ત્વને બરાબર સમજીને વન કાઈન્ડ એક્ટ ભારતમાં સરકારી શાળાઓને વધારવા ખંતપૂર્વક કામ કરી રહેલ છે. જળ, સેનિટેશન અને ટોઈલેટ્સની સુવિધાઓને સુધારવા તેમજ ડિજિટલ એજ્યુકેશન માટે સ્માર્ટ ક્લાસીસ દાખલ કરીને તેઓ જ્ઞાનાભ્યાસના વાતાવરણનું પરિવર્તન કરવામાં મદદ કરી રહ્યા છે. વન કાઈન્ડ એક્ટ આગળ વધીને સૌથી ગરીબ બાળકોને મદદરૂપ બનવા બે અત્યાધુનિક સ્કૂલ્સ બાંધવાની યોજના કરી રહેલ છે. આ બધી પહેલ શૈક્ષણિક ખાઈને પૂરવા અને વંચિત-કચડાયેલાં બાળકોને તેમનાં સ્વપ્નો સાકાર કરવા સશક્ત બનાવશે.
શિક્ષણને ઉત્તેજન આપવા અને ગરીબીનાં વિષચક્રને તોડવાના વન કાઈન્ડ એક્ટના વૈશ્વિક પ્રયાસો જ્ઞાનની પરિવર્તનકારી શક્તિની મહાઘોષણા છે. તેમની આ પહેલ થકી તેઓ હાંસિયામાં રહેલી કોમ્યુનિટીઓ અને એક બાળકનાં ઉજ્જવળ ભવિષ્યને એકસાથે આકાર આપી રહ્યા છે. આપણે વ્યક્તિઓ, તેમના પરિવારો અને સમગ્ર સમુદાયો પર શિક્ષણના વિસ્તૃત પ્રભાવના સાક્ષી બનીએ છીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે વિશ્વને બહેતર સ્થળ બનાવવા માટે શિક્ષણ ચાવીરૂપ છે.