લંડનઃ વિલ્સડન મંદિર ખાતે પાટોત્સવ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર યોજાશે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન રવિવાર ૨૮મી જૂનથી લઇને રવિવાર ૫મી જૂલાઈ ૨૦૨૦ સુધી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દરરોજ સાંજે પારાયણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લાઇવ ભજન શો પણ યોજવામાં આવશે. પાટોત્સવમાં સહયજમાનપદ માટે ૧૨૫ પાઉન્ડ જ્યારે વિલ્સડન મંદિર પાટોત્સવ કથા ભૂજ ખાતે યજમાનપદ માટે ૧૫૦ પાઉન્ડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. પાટોત્સવ દરમિયાન તથા ત્યારબાદ ફોન અથવા ઓનલાઇન દાન - થાળ નોંધાવી શકો છો.
સંસ્થા દ્વારા જણાવાયું છે કે પાટોત્સવ તથા દાન અંગે વધુ જાણકારી માટે સંસ્થાની વેબસાઇટ www.sstw.org.uk/online-donationની મુલાકાત લેવા અથવા કુરજીભાઈ કેરાઈ 07956 278 402 / કુરજીભાઇ વેકરિયા 07836 798 946 / અવનિશભાઈ વેકરિયા 07774 666 861નો સંપર્ક કરવા જણાવાયું છે. વિલ્સડન મંદિર દર્શનાર્થીઓ માટે હાલ ખુલ્લું મૂકાયું નથી.
વધુ વિગત માટે જૂઓ જાહેરખબર પાન નં ૧૧.