વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે કારતક સુદ એકાદશીના રોજ તુલસી વિવાહ યોજાયા હતા, જેમાં હરિભક્તો ઉલ્લાસભેર સામેલ થયા હતા. આ પ્રસંગે તુલસીબાઇના યજમાન તરીકે મૂળ કેરાના વતની અને હાલ લંડનમાં વસતા નાનજીભાઇ ગોવિંદભાઇ હાલાઇ પરિવાર અને હરજીભાઇ વેલજીભાઇ ગામી પરિવારે લાભ લીધો હતો. જ્યારે શાલીગ્રામ ભગવાનના યજમાન તરીકે મૂળ સુખપર ગામના વતની અને હાલ લંડનમાં વસતા હરીશભાઇ અને ભરતભાઇ લાલજીભાઇ ભુવા, હરજીભાઇ કરસનભાઇ વેકરિયા અને મનજીભાઇ કલ્યામભાઇ ગામી પરિવારે લાભ લીધો હતો.