વિશ્વ ઉમિયા ધામના નિર્માણ અર્થે 500 તોલા સોનાની ઉછામણી

Sunday 25th June 2023 06:25 EDT
 
 

અમદાવાદ શહેરના જાસપુર ખાતે માતા ઉમિયાના ભવ્યાતિભવ્ય મંદિર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે ઉમિયા ધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ રુકમણી અને કૃષ્ણ વિવાહ બાદ અંતિમ પુરાણ સાથે સંપન્ન થયો હતો. રુકમણી અને કૃષ્ણ વિવાહમાં 5000થી વધુ ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે કન્યાદાન વેળા રુકમણી વિવાહમાં ગાંધીનગરના ભક્તોએ 500 તોલા સોનાની ઉછામણી કરી હતી. આ તમામ સોનું વિશ્વ ઉમિયા ધામના નિર્માણ કાર્યમાં ઉપયોગી બનશે. શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ પ્રસંગે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, ભાગવત જ્ઞાનયજ્ઞથી નવી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. ગાંધીનગરના 108 મહાનુભાવો ધર્મસ્તંભના દાતા બન્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter