અમદાવાદ નજીક જાસપુર ગામે વિશ્વ ઉમિયા ધામ ખાતે રવિવારે NRI પરિવારોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, આફ્રિકા સહિતના દેશોમાંથી 500થી વધુ NRI પરિવારો પધાર્યા હતા. વિદેશથી માદરે વતન પધારેલા ભાઇભાંડુઓ, દાતાઓ તેમજ હોદ્દેદારો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન કરવા આ સ્નેહમિલન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. (વિગતવાર અહેવાલ આગામી અંકમાં પ્રકાશિત થશે. (ફોટોઃ હાર્દિક પંચોલી)