અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિંદુ પરિષદ અને અખિત ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિશ્વ ઉમિયાધામ ખાતે 30 ઓક્ટોબર 1990 તથા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પટેલ સમાજના આગેવાનો, રાજકીય આગેવાન, સંતો-મહંતોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પુ. પૂ સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પણ હાજરી આપીને કારસેવકોનું અભિવાદન કયું હતું.