અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગર દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કવિશ્વર દલપતરામે 1858માં પ્રસિદ્ધ કરેલ ‘શેહેર સુધારા વિષે નિબંધ’ની નવી સંવર્ધિત આવૃત્તિનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જાણીતા ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરીએ 166 વર્ષ પૂર્વે કવિશ્વર દલપતરામ દ્વારા લખાયેલા આ પુસ્તકની પ્રસ્તુતતા દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, કવિશ્વર પરિવારના સભ્યો અને ધી ગુજરાત સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.