કોરોના મહામારીમાંથી માનવજાતની મુક્તિ અને કલ્યાણાર્થે નવકાર ગૃપ (મુંબઇ) અને જૈન વીઝન (રાજકોટ) દ્વારા રવિવાર તા.૩૧-૫-૨૦ના રોજ સવારના ૮.૪૧ થી ૧૨.૪૧ સામૂહિક ૯૯,૯૯,૯૯,૯૯૯ નવકાર મંત્રના જાપનું એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું જેને ભારે સફળતા સાંપડી હતી. આ જાપમાં દેશ-વિદેશના જૈન-જૈનેતરોએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, યુ ટ્યુબ વગેરે આધુનિક ઇન્ટનેટ ટેકનોલોજીના માધ્યમથી અંદાજીત ૧૫ લાખ ભાવિકો જોડાયાં હતાં.
નવકાર મહામંત્રની આ આરાધનામાં જૈન ધર્મના ચારેય ફિરકાઓ, ગચ્છાધિપતિઓ, ભગવંતો, સાધુ-સાધ્વીઓ અને અન્ય સંપ્રદાયના સંત-મહાત્માઓ આદી હજારથી વધુ સંખ્યામાં અભૂતપૂર્વ શ્રધ્ધાથી સામેલ થયાં હતાં.
યુ.કે.માં લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે મહાનગરોના ભાવિકોએ પાંચ લાખથી વધુ નવકાર મંત્રના જાપ કર્યાં હતાં. યુ.કે. નું નેતૃત્વ
લેસ્ટરના રીનાબેન શાહે સંભાળ્યું હતું. તેમણે જણાવ્યા મુજબ ૧ અરબ ૧૨ કરોડ ૦૯ લાખ ૫૩ હજાર અને ૮૧૬ નવકાર મહામંત્રના જાપનો વિશ્વ વિક્રમ નોંધાયો.