વૈશાલી (બિહાર)ઃ વૈશાલીમાં આ વર્ષે ભગવાન બુદ્ધનો અસ્થિ કળશ પુનઃ સ્થાપિત કરાશે. વિશ્વનો આ પહેલો અસ્થિ કળશ હશે જે પોતાના મૂળ સ્થાને ફરી પરત આવશે. પ્રસિદ્ધ અભિષેક પુષ્કરણી તળાવ નજીક સાકાર થઇ રહેલા બુદ્ધસ્મૃતિ સ્તૂપ અને બુદ્ધ સમ્યક સંગ્રહાલયનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. સંગ્રહાલય સહિત પાંચ ભવન બની ચૂક્યાં છે. બુદ્ધસ્મૃતિ સ્તૂપનું આગામી બે મહિનામાં ઉદ્ઘાટન થશે. અસ્થિકળશ પટણા મ્યુઝિયમથી લાવી અહીં સ્થાપિત કરવા માટે દલાઈ લામા પણ વૈશાલી આવશે. 1958માં વૈશાલી ખાતે ખોદકામ વેળા આ અસ્થિ કળશ મળ્યો હતો. બુદ્ધસ્મૃતિ સ્તૂપ માટે 72 એકર જમીનનું અધિગ્રહણ કરીને
રૂ. 380 કરોડના ખર્ચે સંકુલ સાકાર થઇ રહ્યું છે. 19 ફેબ્રુઆરી 2019થી નિર્માણકાર્ય ચાલે છે.